જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભભાઈ ધારવિયા ભાજપમાં જોડાયા
Live TV
-
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના મંત્રી મંડળના નવ નિયુક્ત મંત્રીઓએ વિવિધ વિભાગોનો પદભાર સંભાળી લીધો છે. કોંગ્રેસમાંથી આવેલા જવાહરભાઇ ચાવડાએ , પ્રવાસન અને મસ્ત્યોદ્યોગ વિભાગનો પદભાર સંભાળ્યો છે.
તેમના સાથી યોગેશ પટેલે નર્મદા , અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યકક્ષાનો પદભાર સંભાળ્યો છે. તો ધર્મેન્દ્રસિંહ જાડેજાએ અન્ન અને નાગરિક પુરવઠો ગ્રાહક સુરક્ષા તથા કુટિર ઉદ્યોગ રાજ્યકક્ષાના વિભાગનો પદભાર સંભાળ્યો છે.
જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભભાઇ ધારવિયાને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ કેસરિયો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ વલ્લભભાઇ ધારવિયાએ ભાજપમાં વિધિવત રીતે પ્રવેશ કર્યો હતો.
આ પ્રસંગે વલ્લભભાઇ ધારવિયાએ જણાવ્યું હતું કે મારૂ ગૌત્ર ભાજપ જ છે અને મારૂ ઘડતર ભાજપમાંથી થયું છે. કોંગ્રેસ પરિવારવાદની પાર્ટી છે. કોંગ્રેસ પાસે કોઇ વિઝન નથી.
