જામનગર-રાજકોટ હાઇવે ઉપર ગોઝારો અકસ્માત: ચાર યુવાનોના મોત
Live TV
-
જામનગરના ફલ્લા ગામ પાસે વહેલી સવારે એક ઇકો કાર કેનાલમાં ખાબકી હતી. જેમાં એક જ પરિવારના ચાર વ્યક્તિના મોત નિપજ્યા હતા. મૃત્યુ થયા હતા જિલ્લાના જામજોધપુરના જીણાવાડી ગામથી એક પરિવાર રાજકોટ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે જવા નીકળ્યો હતો. ત્યારે ફલ્લા ગામ પાસે ઇકો કારના ડ્રાઈવરને ઝોંકું આવી ગયું હતું. જેથી કાર રોડ પાસે પાણીની કેનાલમાં ખાબકી હતી. જેમાં કારચાલક હરેશ અરજણ કરથીયા, રસિક ભીમા કડાવાલા, નારણ કરશન ચૌહાણ અને ટપૂ કાના કારેણાના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે ધીરુ ભીમા કદાવરાને ગંભીર ઈજા પહોંચતા ધ્રોલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
