જિલ્લા કલેક્ટર દ્વારા આચાર સંહિતાના અનુસંધાનમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી
Live TV
-
જિલ્લા કલેક્ટર દ્વારા આચાર સંહિતાના અનુસંધાનમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. પત્રકારોને સંબોધતા જિલ્લા કલેક્ટર ડો.વિક્રાંત પાંડેએ તંત્રને આચાર સંહિતા ભંગની ત્રણ ફરિયાદ મળી હતી જેનો નિકાલ કરવામાં આવ્યો છે. તેમણે કલેક્ટરે તંત્રની તૈયારીઓની માહિતી આપી હતી. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતુ કે આગામી લોકસભાની ચૂંટણીનું જાહેરનામું 28મી માર્ચે જાહેર થશે જ્યારે 4 એપ્રિલે ગુજરાતના ઉમેદવારો માટે ફૉર્મ ભરવાની અંતિમ તારીખ રહેશે ઉમેદવારોના ફોર્મની ચકાસણી 5 એપ્રિલે થશે અને 8મી એપ્રિલે ફૉર્મ ખેંચવાનો અંતિમ દિવસ રહેશે. રાજ્યમાં 23મી એપ્રિલે મતદાન થશે જ્યારે સમગ્ર મતદાન પ્રક્રિયા 27મી મેના રોજ પૂરી થશે. કલેક્ટરે જણાવ્યું હતું કે જ્યાં સુધી આચાર સંહિતા છે ત્યાં સુધી કોઈ પણ યોજનાનો શિલાન્યાસ નહીં થઈ શકે.
