બટાકાની ખેતીમાં અમીરગઢ વિસ્તારના ખેડૂતો બન્યા માલામાલ
Live TV
-
બટાકાની ખેતીમાં અમીરગઢ વિસ્તારના ખેડૂતો બન્યા માલામાલ. હવે બનાસકાંઠા જિલ્લાના અંતરીયાળ વિસ્તાર એવા અમીરગઢ પંથકમાં પણ બટાટા ની ખેતીનું બહોળા પ્રમાણમાં વાવેતર કરી ખેડૂતો મોટું ઉત્પાદન મેળવી રહ્યા છે. અમીરગઢ પંથકના આજે પચ્ચીસ થી ત્રીસ જેટલા ગામડાઓમાં બટાટા ની ખેતી કરવામાં આવી રહી છે બટાકાનું વાવેતર પણ ત્રણ મહિનામાં તૈયાર થઈ જાય છે જેથી બીજા પાકો લેવામાં પણ અગવડતા પડતી નથી. એક વીઘામાં આશરે પચ્ચીસ થી ત્રીસ હજાર નો ખર્ચ આવે છે જેમાં એશી થી પંચાસી હજાર નો માલ તૈયાર થાય છે. તો બીજી તરફ અમીરગઢ વિસ્તારમાં માત્ર બેજ કોલ્ડસ્ટોરેજ આવેલાં છે જેની સંખ્યા વધે એવું પણ ખેડૂતો ઇચ્છી રહ્યા છે.
