સાબરકાંઠા જિલ્લામાંથી પોલીસે વાહન ચેકિંગ કરતી વખતે લાખો રૂપિયાનો દારૂ ઝડપ્યો
Live TV
-
લોકસભાની ચૂંટણીને લઈને આચાર સંહિતા લાગી ગઈ છે તેવામાં સાબરકાંઠા જિલ્લામાંથી પોલીસે વાહન ચેકિંગ કરતી વખતે લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો છે. રાજસ્થાનમાંથી ગુજરાતમાં થતી ગેરકાયદસર દારૂની હેરાફેરી ઉપર અંકુશ લાવવા સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શામળાજી તરફથી આવતી એક ટ્રકની તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની 455 પેટીઓ મળી આવી હતી. પોલીસે કુલ 29 લાખનો દારૂ સહિત બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
