જીવનમાં રંગોનું મહત્વ સમજાવતું પર્વ એટલે ધુળેટી
Live TV
-
આજે દેશભરમાં રંગોનો તહેવાર હોળી ખૂબ જ ઉત્સાહ સાથે મનાવવામાં આવી રહ્યો છે. આ તહેવાર વસંતઋતુમાં અનિષ્ટ પર સારાની જીતના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો એકબીજાને ગુલાલ લગાવે છે અને હોળીની શુભેચ્છા પાઠવે છે અને મીઠાઈ વહેંચે છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને હોળીની શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે હોળી એ ખુશીનો તહેવાર છે, જે જીવનમાં ઉત્સાહ અને આશા લાવે છે. હોળીના વિવિધ રંગો દેશની વિવિધતાનું પ્રતીક છે અને આ તહેવાર લોકોમાં સ્નેહ, એકતા અને ભાઈચારાને પ્રોત્સાહન આપે છે.
વાઇસ પ્રેસિડેન્ટ જગદીપ ધનખરે જણાવ્યું હતું કે આ તહેવાર બધા વચ્ચે પરસ્પર સંબંધોને મજબૂત બનાવે છે અને વસંતઋતુને આવકારવાનો સંદેશ આપે છે. હોળીનો તહેવાર પરસ્પર સમાધાન અને ભૂતકાળની કડવી બાબતોને ભૂલીને નવી તકોને સ્વીકારવાની પ્રેરણા આપે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને હોળીની શુભેચ્છા પાઠવી છે. તેમણે આશા વ્યક્ત કરી કે હોળી દરેકના જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર કરશે.
આ પર્વની ઉજવણી સહુ કોઈ પોત પોતાની રીતે કરે છે. ત્યાર વડોદરા શહેરમાં ઠેક ઠેકાણે ધુળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. તરસાલી ખાતેના બાગમાં યોગ સાધકો એ તેમજ કમાટીબાગ સ્થિત જલસા ગ્રુપ અને મોર્નિંગ ગ્રુપે ધુળેટી પર્વની ઉજવણી કરી હતી.મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ડીજેના તાલ સાથે એક બીજાને વિવિધ રંગોથી રંગીને ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યાર બાદ ધુળેટીના ગીતોની તર્જ પર ઝૂમી સહુ કોઇ હોળીના ગીતો પર નાચી ઉઠ્યા હતા.
