Skip to main content
Settings Settings for Dark

જૂનાગઢના વંથલીમાં ખનીજ ચોરી મામલે સ્થાનિકોનો દેખાવ

Live TV

X
  • ગામ લોકો રોષે ભરાતા, રસ્તાઓ કર્યા બંધ.

    જૂનાગઢ નજીકના વંથલી ગામે ઓઝત નદી માંથી ખનીજ કાઢવા મુદ્દે તંત્ર અને ગ્રામજનો સામ સામે આવી જતા દિવસભર અજંપાભરી સ્થિતિ રહી હતી. ઓઝત નદી માંથી ગેર કાયદેસર રેતી કાઢવા બાબતે વંથલીના લોકોમાં રોષ ફેલાયો હતો. તંત્રે રેતી કાઢવાની મંજૂરી આપતા વંથલી ગામ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. રસ્તા રોકો આંદોલન ચલાવી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસે ગ્રામજનો ઉપર પાણીનો મારો ચલાવી આંદોલન તોડવાનો પ્રત્યાસ કર્યો હતો. જેથી ઉશેક્રેટાયેલા ગામના લોકોએ વંથલી બસ સ્ટેન્ડ પાસે પોલીસ ઉપર પથ્થરમારો કરતા પરિસ્થિતિ વણસી હતી. પોલીસે ચાર ટીયર ગેસના સેલ છોડયા હતા. સમગ્ર તાલુકામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે માટે જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારઘીને મધ્યસ્થી કરવાની ફરજ પડી હતી. જ્યાં સુધી ગુજરાત વડી અદાલતનો ચુકાદોના આવે ત્યાં સુધી લીઝ સ્થગિત કરી દેવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply