જૂનાગઢ: સાઇબર ક્રાઇમ સામે જન જાગૃતિ માટે ડિજિટલ અવેરનેસ સેમિનારનું આયોજન
Live TV
-
જૂનાગઢમાં પોલીસ શહીદ દિન નિમિત્તે એસપી ઓફિસ ખાતે ફેસબુક લાઈવ દ્વારા વધતા જતા સાઇબર ક્રાઇમની અવેરનેસ લાવવા માટે ડિજિટલ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ સાઇબર ક્રાઇમ વિષે લોકોને માહિતગાર કાર્ય હતા.
જુનાગઢ એસપી ઓફિસ ખાતે પોલીસ શહીદ દિન ઉજવણીના ભાગ રૂપે ડિજિટલ યુગમાં સાઇબર ક્રાઇમના જોખમ વિશે ખાસ ડિજિટલ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જુનાગઢ રોટરી ક્લબ અને આપણું જુનાગઢ દ્વારા ફેસબુક પેજ પર સાઇબર ક્રાઇમ અવેરનેસ સેમિનારનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ સાઇબર ક્રાઇમ વિષે લોકોને માહિતગાર કાર્ય હતા અને સાથે જ આ અંગે માર્ગદર્શન પુરું પડ્યું હતું. જેમાં સાયબર ક્રાઈમ કોને કહેવાય? સાયબર ક્રાઇમ કઈ કઈ કઈ રીતે થઈ શકે? તેમજ તેનાથી કેવી રીતે બચી શકાય અને તેને કઈ રીતે નિવારી શકાય? તે અંગે તલસ્પર્શી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં તેઓએ ખાસ કોમ્પ્યુટર હેકર દ્વારા વિવિધ ઇન્ટરનેટ એટેકના ઉદાહરણો દ્વારા સમજાવામાં આવ્યું. આ ઉપરાંત હાલ સ્માર્ટફોનમાં આવતી વિવિધ એપ્લિકેશન દ્વારા આપણા જરૂરી ડેટા મેળવીને સાયબર ક્રાઇમ કરવામાં આવે છે. આ ઉપરાંત બેન્ક એટીએમને પણ ટાર્ગેટ કરવામાં આવે છે. આવા વિવિધ સાઇબર ક્રાઇમને અટકાવવા એટીએમ કાર્ડનો ફોટો, ઓટીપી સહિત અન્ય જરૂરી દસ્તાવેજો કોઈને ન આપવા તેમજ મોબાઇલ ફોનમાં સ્ટોર ના કરવા જેવી અન્ય બાબતોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હાલના બદલતા ડિજિટલ જમાનામાં સાઇબર ક્રાઇમ થવાની શક્યતા અને સંખ્યા વધી રહી છે ત્યારે જન જાગૃતિ માટે આ સેમિનાર ખુબજ જરૂરી છે.
