દ્વારકા: સાપને રેસ્ક્યુ કરી સાપ અને ઈંડાની માવજત કરી પરત છોડવામાં આવ્યા
Live TV
-
દ્વારકાના ભાણવડ તાલુકામાં આજુબાજુના વિસ્તારોમાં એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા રૂપસુંદરી પ્રજાતિના એક માદા સાપને રેસક્યુ કરી, સાપની માવજત અને ઈંડાનો કૃત્રિમ રીતે ઉછેર કરવામાં આવ્યો અને ત્યારબાદ સાપ અને બચ્ચાઓને પ્રાકૃતિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યા.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં આવેલ બરડા ડુંગરના કારણે ભણવાડ અને આસપાસના વિસ્તારોમાં સાપની અલગ અલગ પ્રજાતિઓ મળી આવે છે અને લોકોના ઘર કે ખેતરોમાં પણ આ સાપ જોવા મળતા હોય છે પરંતુ એનિમલ લવર્સ ગ્રૂપ દ્વારા સાપના રેસ્ક્યુની કામગીરી છેલ્લા 15 વર્ષથી કરવામાં આવે છે ત્યારે તાજેતરમાં જ ટ્રિંકેટ એટલે કે રૂપસુંદરી સાપની પ્રજાતિના સાપને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. જેમાં સાપ માદા હોવાથી રૂપસુંદરી દ્વારા નવ ઈંડા મુકવામાં આવ્યા હતા અને સાપને રેસ્ક્યુ કરી મુક્ત કર્યો હતો અને સાપ દ્વારા જે ઈંડા મુકવામાં આવ્યા હતા, તે ઈંડાને કૃત્રિમ રીતે તેનો ઉછેર પણ કરવામાં આવ્યો હતો અને ઈંડામાંથી બચ્ચાઓનો જન્મ થતા બરડાના પ્રાકૃતિક અવસમાં વાતાવરણમાં જ તેને મુક્ત કરવામાં આવ્યા. રૂપસુંદરી એક બિન ઝેરી સાપ છે અને તેથી જ આ સાપને અને તેના દ્વારા મુકવામાં આવેલ ઈંડાની માવજત શક્ય બની હતી.
