જે કંપની વધુ રોજગારી આપશે, તેને પ્રોત્સાહન આપવામાં આવશે: મુખ્યમંત્રી વિજય રૂપાણી
Live TV
-
રાજ્યભરમાં વિવિધ સ્થળોએ રોજગાર મેળા યોજાયા હતાં. રોજગાર મેળામાં ઉપસ્થિત ઉમેદવારોને નિમણૂંક પત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા.
ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ રોજગાર મેળા યોજાયા હતાં. જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ , સુરતમાં રોજગાર મેળામાં હાજરી આપી હતી. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું , કે 25 ડિસેમ્બરે અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસે ,, સુશાસન દિવસ તરીકે ઉજવણી થાય છે. જ્યારે 26 મી તારીખે , નવી સરકારને એક વર્ષ પૂર્ણ થયું છે. અમે કરેલા કામનું સરવૈયું , પ્રજાને આપવું છે. ખેડૂત માટે, શિક્ષણ માટે , ઘણા કામ કર્યા છે. 22 જેટલી નવી નવી પોલિસી લાવ્યા છીએ. ગારમેન્ટ પોલિસી પણ લાવ્યા છીએ... જાન્યુઆરીમાં વાયબ્રન્ટ સમિટ થવા જઈ રહી છે. જેનાથી રોજગારી વધશે. જે વધુ રોજગારી આપશે , તેને સરકાર વધુ ઇન્સેન્ટિવ આપશે.
કઠવાડા જી.આઈ.ડી.સી એસોસિયેશન દ્વારા અમદાવાદમાં કઠવાડા ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ઈન્ડસ્ટ્રી ક્ષેત્રમાં કામ કરવા માગતા યુવાનોને રોજગારી માટે ઉત્તમ તક આપવામાં આવી હતી આ પ્રસંગે વિવિધ કંપનીઓ દ્વારા એન્જીન્યરીંગ, મિકેનિકલ, ઈલેક્ટ્રીશ્યન તથા આઈ.ટી.આઈ માં તથા ડિપ્લોમા મા ફીટર ઇલેક્ટ્રીશીયન,આઇ.ટી, આઇ.સી easy જેવા વિવિધ ક્ષેત્રમાં કામ કરતા ઇચ્છુક યુવાનોને એક સ્થળે વિવિધ કંપની ઓ દ્વારા રોજગારીની તક પૂરી પાડવામાં આવી હતી.
પંચમહાલ જિલ્લામાં આવેલી વિવિધ આઇટી આઈમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી ૨૬૦૦ ઉપરાંત વિધાર્થીઓને રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ના હસ્તે એપ્રેન્ટીશશિપ પત્રો અને રોજગાર પત્રો ગોધરા ખાતે એનાયત કરવામાં આવ્યા હતા.
પાટણ ખાતેના રોજગાર કાર્યક્રમમાં મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં નવા ઉદ્યોગો અને નવી રોજગારી વધતી જાય છે. ત્યારે મુખ્યમંત્રી એપ્રેન્ટિસ શિપ તાલીમ યોજના રાજ્યના યુવાનોને નવી ટેકનોલોજી સાથે તાલીમ આપી સાચું માર્ગદર્શન આપી દિશા બતાવવાનું કામ કરી રહી છે.તેમજ તાલીમાર્થી યુવાનોને સ્ટાઈપેન્ડની રકમ દ્વારા સહાય કરે છે. સૌરભ પટેલે યુવાનોને સ્કિલ ડેવલોપ કરી પગભર થવા જણાવ્યું હતું.મુખ્યમંત્રી એપ્રેન્ટિસ શિપ યોજના અન્વયે એકસાથે બાર હજાર યુવાનોને રોજગાર પ્લેસમેન્ટ ઓર્ડર આપવામાં આવ્યા હતા.
આણંદ જિલ્લાના ૨૦૦૦ યુવાનોને મુખ્ય મંત્રી એપ્રેન્ટીસશીપ તાલીમ યોજના અંતર્ગત આદિજાતિ વિકાસ મંત્રી શ્રી ગણપતભાઇ વસાવાના હસ્તે કરારપત્રો અને રોજગાર પત્રો એનાયત કરાયા. મંત્રી ગણપતભાઇ વસાવા આજે આણંદ ખાતે રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત ગ્રીડ પાસે, લાંભવેલ રોડ ઉપર આવેલ આઇ.ટી.આઇ. ખાતે રોજગાર/એપ્રેન્ટીસશીપ ભરતીમેળામાં અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહીને કરારપત્રો અને રોજગારપત્રો એનાયત કર્યા હતા.
સરકાર દ્વારા આયોજીત આવા રોજગારી મેળાને કારણે યુવાનોને તો રોજગારી મળી જ રહે છે પરંતુ અન્ય યુવાનો પણ રોજગારી મેળવવા આવા વિવિધ અભ્યાસક્રમોમાં જોડાવવા માટે પ્રોત્સાહિત થાય છે કે જ્યાં ઝડપથી રોજગારી મેળવી શકાય અને પરિવારને આર્થિક ઉપાર્જનમાં મદદરૂપ થઇ શકાય..
