જે જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નથી, ત્યાં પણ શરૂ કરવામાં આવશે ટેસ્ટિંગ
Live TV
-
મહીસાગર જિલ્લામાં હાલમાં એક પણ કેસ નોધાયો નથી, પરંતુ સરકારના આદેશ મુજબ જે વ્યક્તિઓમાં કોરોના જેવા લક્ષણો જોવા મળે તેવા વ્યક્તિઓના કોરોના ટેસ્ટ કરવામાં આવશે.
કોરોના સંક્રમણનો આંક વધતો જાય છે. ત્યારે સરકારે નક્કી કર્યું છે જે જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નથી, તેમાં તેમાં પણ સાવચેતીના ભાગરૂપે કોરોના ટેસ્ટ કરવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે મહીસાગર જિલ્લામાં હાલમાં એક પણ કેસ નોધાયો નથી, પરંતુ સરકારના આદેશ મુજબ જે વ્યક્તિઓમાં કોરોના જેવા લક્ષણો જોવા મળે તેવા વ્યક્તિઓના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જિલ્લા પ્રશાસન દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહયા છે. જિલ્લામાં 100 બેડની કોરોના સ્પેશિયલ હોસ્પિટલ પણ તૈયાર કરી લેવામાં આવી છે સાથે સાથે લોકડાઉનનો ચુસ્ત અમલ પણ કરવાંમાં આવી રહ્યો છે અને જિલ્લાને જોડતી સરહદો પણ સીલ કરી દેવામાં આવી છે. હાલમાં જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી જિલ્લામાં 16 જેટલા લોકોના કોરોના અંગે ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તમામ ટેસ્ટ નેગેટીવ આવ્યા હતા.
