રાજ્ય સરકારના પ્રજાલક્ષી નિર્ણયો, વીજળીના બિલ ચુકવણીની મુદ્દત મે માસ સુધી વધારવામા આવી
Live TV
-
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે, જણાવ્યુ કે રાજ્યના NFS કાર્ડ ધરાવતા 66 લાખ કુટુંબોને કુટુંબ દીઠ એપ્રિલ માસ માટે 1000 રૂ આપવામાં આવશે.
ગુજરાતમાં દરરોજ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે અલગ અલગ કેટેગરીના લોકોને મુશ્કેલી ન પડે , તે માટે રાજ્ય સરકાર , અલગ અલગ આયોજન કરી રહી છે. જે અંતર્ગત પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ ખેડૂતોને , તેમજ ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને , લાભ આપવામાં આવ્યા છે. ખેડૂતો માટે પાક ધિરાણની મુદ્દતમાં વઘારો કરી , વીજળીના બિલની ચુકવણીની મુદ્દત , મે માસ સુધી વધારવામા આવી. જેની માહિતી મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે, ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં આપી હતી.
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે, જણાવ્યુ કે રાજ્યના NFS કાર્ડ ધરાવતા 66 લાખ કુટુંબોને કુટુંબ દીઠ એપ્રિલ માસ માટે 1000 રૂ આપવામાં આવશે. આ પૈસા ડાયરેક્ટ તેમના બેન્ક એકાઉન્ટમાં આપવામાં આવશે. વધુમા, ગુજરાતમાં કામ કરતા 5 લાખથી વધુ પરપ્રાંતિય મજૂરોને રાજ્ય સરકાર અનાજ સાથે અન્ય કરિયાણું પણ પહોચાડી રહી છે
આ ઉપરાંત રાજ્ય સરકારે ખેડૂતો માટે ધિરાણ ભરવાની મુદ્દત પણ 31 મે સુધી વધારી છે જેનાથી સરકાર પર 250 કરોડ નું ભારણ આવશે. આ ઉપરાંત માર્ચ અને એપ્રિલ માટે વીજળી બિલ ભરવાની મુદ્દત 15 મે સુધી લ્ંબવવામાં આવી, જેનાથી સરકાર પર 450 કરોડ નું ભારણ આવશે.
