ડાંગમાં કોરોના વાયરસને અટકાવવા કામગીરી પૂરજોશમાં, 100 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર
Live TV
-
મહામારી ને પહોંચી વળવા તંત્ર અને હોસ્પિટલ સજ્જ
ડાંગ જિલ્લામાં કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. આહવા જનરલ હોસ્પિટલ ખાતે 10 ICU અને 90 બેડ મળીને કુલ 100 બેડનો આઈસોલેશન વોર્ડ તૈયાર થયો છે. તેમજ વાંસદા ખાતે પણ 100 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર થયો છે. વઘઇ, શામગહાન અને સુબીર ખાતે પણ 5 બેડ કવોરોન્ટાઇન વોર્ડ તૈયાર થયા છે. આ સાથે આહવા , વઘઇ અને સાપુતારા માં શેલ્ટર હોમ શરૂ કરાયા છે. જયારે સાપુતારા ખાતે પ્રવાસન વિભાગ હસ્તક ડોરમેટરી, વઘઇ ખાતેના કૃષિ વિજ્ઞાન કેન્દ્રની હોસ્ટેલમાં પણ શેલ્ટર હોમ તૈયાર કરવામાં આવ્યા છે. હાલમાં ડાંગ જિલ્લામાં કોરોના વાઇરસનો એક પણ કેસ પોઝિટિવ નથી. તે છતાં મહામારી ને પહોંચી વળવા તંત્ર અને હોસ્પિટલ સજ્જ છે.
