Skip to main content
Settings Settings for Dark

વિદેશમાં વસતા ગુજરાતીઓ સાથે CM રૂપાણીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા કરી વાતચીત

Live TV

X
  • કોરોનાને પહોંચી વળવા માટે ગુજરાત સજ્જ હોવાની કરી વાત

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિદેશમાં વસતા ગુજરાતીઓ સાથે ગઇકાલે વીડિયો કોન્ફરન્સના માધ્યમ થકી વાતચીત કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કુટુંબીજનો માટે સરકાર સંવેદનશીલ છે. ચીનનો રેકોર્ડ બ્રેક કરીને ભારતે માત્ર સાત દિવસમાં 2200 બેડની તથા રાજ્યભરમાં 3 હજાર બેડની હોસ્પિટલની કરી વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે કોરોનાને પહોંચી વળવા માટે ગુજરાત સજ્જ છે. 

    રાજ્યની મહાનગરપાલિકાના મેયર સાથે પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી વાતચીત 

    મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના મહાનગરોમાં વધી રહેલા કોરોના વાયરસ સંક્રમણને પગલે આઠ મહાનગરોના મેયરશ્રીઓ, મ્યુનિસિપલ કમિશ્નરો અને સ્ટેન્ડીંગ કમિટી અધ્યક્ષો સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને સ્થિતીની જાણકારી મેળવી માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ મહાનગરોમાં જે વિસ્તારોમાં કોરોના સંક્રમિત વ્યકિતઓની સંખ્યા વધારે છે તેવા હોટસ્પોટ જાહેર થયેલા વિસ્તારમાં લોકોનું સંપૂર્ણ સ્કીનીંગ અને સર્વેલન્સ થાય તેવી સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. તેમણે કહ્યું કે, શાકમાર્કેટ, કરિયાણા સ્ટોર્સ જેવા સોશિયલ ગેધરીંગ વાળા સ્થળોએ લોકો ભેગા ના થાય તે માટે શહેરી સત્તાતંત્રો દ્વારા હોમ ડિલીવરી-ડોર ડીલીવરીનું વ્યવસ્થિત પ્લાનીંગ ગોઠવાય તો સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાશે અને લોકો પણ ઘરમાં જ રહેશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply