રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં કોરોનાના નવા 25 કેસ સાથે કુલ કેસ 493 થયા : ડો. જયંતિ રવિ
Live TV
-
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ જણાવ્યુ હતુ કે 12 કલાકમાં 25 નવા કેસ સાથે રાજ્યમાં કોરોના વાયરસના કુલ 493 કેસ નોંધાયા છે. 23 કેસ અમદાવાદના અને 2 કેસ આણંદ જિલ્લામાં નોંધાયા હતા. 422 દર્દીની સ્થિતિ સ્થિર છે. જ્યારે 4 દર્દી વેન્ટીલેટર પર છે.
અમદાવાદમાં રાજ્યના 50 ટકા કોરોનાના કેસ
ગુજરાત સરકાર દ્વારા કોરોના અંગે અપાયેલા આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવે, તો જાણવા મળે છે કે, 493માંથી 50 ટકા જેટલા કેસ અમદાવાદના છે. ત્યારબાદ વડોદરામાં કુલ 20 ટકા કેસ જોવા મળી રહ્યા છે. પાટણ, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, વડોદરા, સુરત અને અમદાવાદ એમ 7 જિલ્લાઓમાં 10 થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે દાહોદ, સાબરકાંઠા, મોરબી, જામનગર, અને પંચમહાલ એમ 5 જિલ્લાઓમાં હજી એક જ કેસ નોંધાયો છે. રાજ્યમાં 14 જિલ્લા એવા છે જ્યાં હજી એક પણ કેસ નોંધાયો નથી.
લોકડાઉન લંબાવવાને લઇને પ્રધાનમંત્રી મોદીએ રાજ્યોના મુખ્યમંત્રી સાથે યોજી બેઠક
ગઇકાલે મળેલ બેઠકમાં મોટાભાગના રાજ્યોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લોકડાઉન અવધિ બે અઠવાડિયા વધારવાની વિનંતી કરી હતી. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર રાજ્યોના મુખ્યમંત્રીઓની આ અપીલ પર વિચાર કરી રહી છે. લોકડાઉનની સમીક્ષા બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં મળી હતી. મીટિંગમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે લોકોની સલામતી પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે સરકાર જાન હૈ, તો જહાં હૈ ના મંત્ર સાથે કામ કરી રહી છે , પરંતુ હવે જાન પણ અને જહાં સાથે પણ આગળ વધશે. તેમણે કહ્યું કે જ્યાં સુધી દેશનો દરેક નાગરિક તેની જવાબદારી નિભાવશે અને સરકાર અને પ્રશાસનની સૂચનાનું પાલન કરશે ત્યાં સુધી કોરોના વાયરસ સામે અમારો સંઘર્ષ મજબૂત રહેશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે દરેક નાગરિકના જીવન બચાવવા પર ભાર મૂકવો જોઈએ અને આ માટે લોકડાઉન અને પરસ્પર સલામત અંતર ખૂબ જ મહત્વપૂર્ણ છે. મોટાભાગના લોકો આ સમજે છે અને ઘરોમાં બંધ કરીને પોતાની જવાબદારીઓ પૂર્ણ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આપણે બધાએ આ મંત્રને અનુસરવું પડશે અને દરેક નાગરિકના જીવનને બચાવવા પ્રયાસ કરવો પડશે.
