ડાંગમાં વિદ્યાર્થીઓને અભ્યાસ અને રોજગારી અંગે માર્ગદર્શન આપતો સેમિનાર યોજાયો
Live TV
-
હાલના ટેકનોલોજી યુગમાં ઝડપથી રોજગારી મળે તેવા સંજોગોમાં આહવા ખાતે ધો.10/ આઇ.ટી.આઇ. પછી ના ડિપ્લોમા એન્જીનીયરીંગમાં એડમિશન અંગે માહિતગાર કરતો મહત્વનો સેમિનાર ગઈકાલે યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ અને ,વાલીઓ ભાગ લીધો હતો. ધોરણ 10 અને 12 તેમજ આઇ.ટી.આઈ પછીના અભ્યાસક્રમોની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તેમજ ટૂંકા ગાળામાં ટેક્નિકલ અભ્યાસ કરીને સારી કારકિર્દી કેવી રીતે ઘડી શકાય તેના માટે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સેમિનારમાં સરકારી પોલીટેકનિક વઘઈના વ્યાખ્યાતાઓ ચંદ્રશેખર એલ. ગામીત, આરતીબેન આર.ચૌધરી, અને કેતન બી.કુકણાએ રાજ્યમાં સરકારી અને સેલ્ફ ફાઇનાન્સ એન્જીનીયરીંગ કોલેજો માં કેવા પ્રકારના અભ્યાસક્રમો ચાલે છે. અને વિદ્યાર્થીઓએ પોતાના આવેલ મેરીટ માર્ક્સ મુજબ કોલેજ અને અભ્યાસક્રમ પસંદગી કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની માહિતી આપી હતી.
