Skip to main content
Settings Settings for Dark

મહીસાગર જિલ્લાના ખેડૂતોને કેન્દ્ર સરકારની યોજનાથી રાહત

Live TV

X
  • મહીસાગર જિલ્લામાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા ખાનપુર તાલુકાના લીંબડીયા APMC ખાતે ટેકા ના ભાવે જિલ્લાના ખેડૂતો પાસેથી ચણાની ખરીદી કરવામાં આવી રહી છે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની ખેડૂત લક્ષી યોજનાઓ ને કારણે બજાર ભાવ કરતા ટેકાના ભાવે ચણામાં પ્રતિ 20 કિલો એ રૂપિયા 150 નો ફાયદો થઈ રહ્યો છે. ખેડૂતો ને તેમના પાકનું સારુ વળતર મળતા ખેડૂતો ખુશીમાં ઝૂમી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે મહીસાગર જિલ્લાના વીરપુર, ખાનપુર અને બાલાસિનોર સહિત ના વિસ્તારના 200 જેટલા ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જે પૈકી 183 જેટલા ખેડૂતો ના 5,000 કટ્ટા અંદાજે 2,500 થી 2,700 ક્વિન્ટલ ચણા લીંબડીયા APMC સેન્ટર ખાતે ખરીદી થઈ ચુંકી છે.

    આગામી ટૂંક સમયમાં સરકાર દ્વારા નિર્ધારીત લક્ષ્યાંક પૂર્ણ થઈ જતાં ખરીદી બંધ કરવામાં આવશે જો કે હાલના સમયમાં ખરીદી ચાલુ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply