ડાંગ જિલ્લામા કુદરતી સૌદર્ય સોળે કલાએ ખીલ્યું
Live TV
-
જિલ્લાના વાતાવરણમાં પલટો, આહવા અને વઘઇમાં વરસાદ
ડાંગ જિલ્લાના આહવા વઘઇ અને ગિરિમથક સાપુતારામાં વરસાદ વરસતાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. સોમવારે સવારથી જિલ્લામાં વાતાવરણમાં પલટો જણાયો હતો. બપોર બાદ ડાંગ જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. વરસાદી માહોલને કારણે સાપુતારાનું સૌંદર્ય વધુ ખીલી ગયું હતું. સાથે મુખ્ય મથક આહવા અને વઘઇમાં વરસાદ પડ્યો હતો, તો તેને પાસે આવેલા ગામડાઓમાં પણ વારસાદ વરસતા સમગ્ર વાતાવરણ ઠંડુ બની ગયું હતું
