Skip to main content
Settings Settings for Dark

ડિસેમ્બરની રજાઓમાં સ્ટેચ્યૂ ઑફ યૂનિટી ખાતે પ્રવાસીઓનો વધ્યો ધસારો

Live TV

X
  •  31 ડિસેમ્બર સુધી વ્યૂઇંગ ગેલેરીની ટિકિટો હાઉસફૂલ, સુરક્ષા વ્યવસ્થા વધારાઈ. એજન્ટ દ્વારા ટિકિટ ન ખરીદવા તંત્ર દ્વારા કરાયો અનુરોધ

    નાતાલ ના મીની વેકેશનના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી માં પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. આગામી 31મી ડિસેમ્બર સુધી વ્યુઇંગ ગેલેરીની બધીજ ટીકીટો હાઊસફુલ થઈ જતા તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા પણ વધારવામાં આવી છે.પરંતુ આ બધા વચ્ચે કેટલાક એજન્ટો પ્રવાસીઓ સાથે છેતરપીંડી કરી રહ્યા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે. કેટલાક કિસ્સાઓમાં પ્રવાસીઓની એક ટીકિટની 3 ઝેરોક્ષ કરીને એજન્ટો પ્રવાસીઓને વ્યુઇંગ ગેલેરી જોવા માટે લાઇનમાં મોકલી દેતા હોય છે. જયારે પ્રવાસીઓ આ ટિકિટ લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જતા હોયછે ત્યારે તેમના બારકોડ સ્કેન થતા નથી. મોટાભાગના પ્રવાસીઓની ટિકીટના બારકોડ સ્કેન નહી થતા આ મુદ્દો તંત્રના ધ્યાનમાં આવ્યો હતો. આ બાબતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના જોઈન્ટ CEO નિલેશ દુબેએ પ્રવાસીઓને એજન્ટ પાસેથી નહી પરંતુ વેબસાઈટ પરથી ટિકિટ બુક કરવા અનુરોધ કર્યો હતો
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply