2019ના વર્ષમાં 100 ટીપી સ્કીમને CM વિજય રૂપાણીએ આપી મંજૂરી
Live TV
-
વર્ષાન્તે એક જ દિવસમાં કુલ 9 ટીપી સ્કીમને મંજૂરી આપી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના શહેરી ક્ષેત્રોમાં 2019ના વર્ષમાં 100 ટાઊન પ્લાનીંગ સ્કીમ મંજૂર કરી છે. મુખ્યમંત્રીએ 2019ના વર્ષાન્તે એક જ દિવસમાં ભાવનગરની 4 ડ્રાફ્ટ સ્કીમને અને વડોદરાની એક ડ્રાફ્ટ, નડિયાદની બે ફાઇનલ ટીપી તથા અમદાવાદની 2 પ્રીલીમીનરી ટીપી મળી કુલ 9 ટાઉન પ્લાનીંગ સ્કીમ તથા ધોરાજીના ડેવલપમેન્ટ પ્લાનને પ્રાથમિક મંજૂરી આપી છે.
તેમણે 2018ના વર્ષમાં પણ ટી.પી.સ્કીમની પરવાનગી- મંજૂરીઓની સદી પૂર્ણ કર્યા બાદ એ જ ઝડપ અને પારદર્શીતાથી 2019માં પણ આવી મંજુરીઓનો આંક શતકે પહોંચાડ્યો છે. ખાસ કરીને શહેરી ક્ષેત્રોના વિકાસ અને શહેરી આયોજનના નિર્ણયો ખુબજ ઝડપથી લઈને નાગરિક લક્ષી શહેરી સુવિધાઓ આપવામાં ગુજરાત મોખરે છે
