31 માર્ચે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ GUJCETની પરીક્ષા યોજશે
Live TV
-
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 31 માર્ચના રોજ ગુજકેટની પરીક્ષા યોજવામાં આવશે.વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ એ, ગ્રુપ બી, ગ્રુપ એ,બી વિદ્યાર્થીઓ ને એન્જીનીયરીંગ, ડિગ્રી, ડિપ્લોમા, ફાર્મસીના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે ગુજકેટની પરીક્ષા યોજાશે. ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર ના પેપર સંયુક્ત 40-40 ગુણના રહેશે. 80 પ્રશ્નોના 80 ગુણ રહેશે જીવવિજ્ઞાન અને ગણિતના પ્રશ્ન પેપર અલગ અલગ રહેશે. જેના માટે OMR શીટ પણ અલગ આપવામાં આવશે..
