Skip to main content
Settings Settings for Dark

ડીસામાં 81 ગ્રામ હેરોઈન સાથે યુવક ઝડપાયો, રૂ.17.56 લાખનો મુદ્દામાલ જપ્ત

Live TV

X
  • ANTF બોર્ડર ઝોનની ટીમે ટેકરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી 25 વર્ષીય મહેશ ઉર્ફે બલ્લો ઠાકોરને ઝડપી લીધો

    બનાસકાંઠાના ડીસા શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર કારોબાર સામે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF), બોર્ડર ઝોન દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ખાનગી બાતમીના આધારે ટીમે ડીસાના ટેકરા વિસ્તારમાં નહેરુનગર પ્રાથમિક શાળાની બાજુમાં આવેલા રહેણાંક મકાનમાં દરોડો પાડી 81 ગ્રામ હેરોઈનનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

    પોલીસના જણાવ્યા મુજબ, જપ્ત કરાયેલા હેરોઈનની કિંમત આશરે રૂ.16.20 લાખ છે. હેરોઈન ઉપરાંત બે મોબાઈલ ફોન, રૂ.34,380 રોકડ અને અન્ય સામગ્રી સહિત કુલ રૂ.17,56,380નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

    વહેલી સવારે શરૂ થયેલી કાર્યવાહી

    મળેલી બાતમીના આધારે 7 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 6:15 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી પોલીસ ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સરકારી પંચોને સાથે રાખીને કરવામાં આવેલા દરોડા દરમિયાન આરોપીના કબજાના મકાનમાંથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ હેરોઈન મળી આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી જ આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

    25 વર્ષીય યુવકની ધરપકડ

    આ કેસમાં ઝડપાયેલા આરોપીની ઓળખ મહેશ ઉર્ફે બલ્લો ભરતભાઈ ઠાકોર, ઉંમર 25 વર્ષ, રહે. ટેકરા વાસ, નહેરુનગર પ્રાથમિક શાળાની બાજુમાં, ડીસા તરીકે થઈ છે. આરોપી સામે બોર્ડર ઝોન CID ક્રાઈમ પોલીસ સ્ટેશન, ભુજ-કચ્છ ખાતે NDPS એક્ટની કલમ 8(C) અને 21(B) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

    રૂ.17.56 લાખનો મુદ્દામાલ જપ્ત

    દરોડા દરમિયાન પોલીસ દ્વારા નીચેનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે:

    • 81 ગ્રામ હેરોઈન: રૂ.16.20 લાખ

    • રોકડ રકમ: રૂ.34,380

    • બે મોબાઈલ ફોન

    • અન્ય સામગ્રી

    પોલીસના જણાવ્યા અનુસાર, સમગ્ર જપ્ત મુદ્દામાલની કુલ કિંમત રૂ.17,56,380 છે.

    હેરોઈન ક્યાંથી આવ્યું? તપાસ શરૂ

    સમગ્ર મામલાની આગળની તપાસ વી.એન. પરમાર, ડી.પી. ઈન્સ્પેક્ટર, એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ, બોર્ડર ઝોનને સોંપવામાં આવી છે. હવે તપાસમાં હેરોઈનનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને તેની પાછળ અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલી છે કે કેમ તે સહિતના મુદ્દાઓ અંગે તપાસ કરવામાં આવશે.

    ANTF અધિકારીનું નિવેદન

    ANTF બોર્ડર ઝોનના ઇન્ચાર્જ DySP એસ. જે. બલોચે જણાવ્યું હતું કે ડીસાના ટેકરા વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં દરોડો પાડી પોલીસે 81 ગ્રામ હેરોઈન સાથે 25 વર્ષીય મહેશ ઉર્ફે બલ્લો ભરતભાઈ ઠાકોરને ઝડપી લીધો છે. તેમણે જણાવ્યું કે જપ્ત કરાયેલા હેરોઈનની કિંમત રૂ.16.20 લાખ છે. હાલ આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને આગામી સમયમાં સમગ્ર મામલે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
apply