ડે.સીએમ. નિતીન પટેલે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી
Live TV
-
ખાનગી હોસ્પિટલને પણ ટક્કર મારીને સુપર મલ્ટિસ્પેશ્યાલિટી કરતાં પણ વધુ સગવડતાભરી આ હોસ્પિટલમાં હવે દર્દીઓને પહેલાં કરતાં પણ વધુ અને અસરકારક સારવાર મળી રહી છે.
સરકારી હોસ્પિટલનું નવીનીકરણ અને આધુનિકીકરણ કર્યા બાદ નાગરિકોને કેટલી સારી અને અસરકારક આરોગ્ય સેવા મળી રહે છે તેનું ઉદાહરણ અમદાવાદની સિવિલ હોસ્પિટલ છે. પીએમ નરેન્દ્ર મોદીએ દેશને અર્પણ કરેલી આ સિવિલ હોસ્પિટલ હવે મેડિસીટી તરીકે પ્રસિધ્ધ છે. તેમાં આપવામાં આવી રહેલી સેવાઓ યોગ્ય રીતે મળી રહે છે કે નહી તેની નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે અચાનક જાત મુલાકાત લઇને ચકાસણી કરી હતી. અમદાવાદની મેડિસીટી હવે નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે સજજ થઇ ગઇ છે. અમદાવાદની અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલના નવીનીકરણ અને આધુનિકિકરણ બાદ તેને પીએમ નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું હતું. ખાનગી હોસ્પિટલને પણ ટક્કર મારીને સુપર મલ્ટિસ્પેશ્યાલિટી કરતાં પણ વધુ સગવડતાભરી આ હોસ્પિટલમાં હવે દર્દીઓને પહેલાં કરતાં પણ વધુ અને અસરકારક સારવાર મળી રહી છે.
