Skip to main content
Settings Settings for Dark

ભારત દેશમાં સૌ પ્રથમ ડાયનાસોર ફોસીલ પાર્ક મ્યુઝીયમનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યુ

Live TV

X
  • મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે આવેલ વિશ્વના ત્રીજા સૌથી મોટા અને ભારત દેશમાં સૌ પ્રથમ ડાયનાસોર ફોસીલ પાર્ક મ્યુઝીયમનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે  લોકાર્પણ કરવામાં આવ્યું..  આ અવસરે પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ મંત્રી જવાહરભાઇ ચાવડા અને સાંસદ રતનસિંહ રાઠોડ સહિત ધારાસભ્યો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે આવેલ વિશ્વના ત્રીજા સૌથી મોટા અને ભારત દેશમાં સૌ પ્રથમ ડાયનાસોર ફોસીલ પાર્ક મ્યુઝીયમનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે  લોકાર્પણ કરવામાં આવ્યું..  આ અવસરે પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ મંત્રી જવાહરભાઇ ચાવડા અને સાંસદ રતનસિંહ રાઠોડ સહિત ધારાસભ્યો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.. આ ડાયનોસોર મ્યુઝિયમમાં પ્રાગ ઐતિહાસિક થીમ પર જંગલ જેવું વાતાવરણ રચવામાં આવ્યું છે. મૂળ કદ કરતાં નાના  લગભગ ૫૦ જેટલા સ્કલ્પચર્સ બનાવીને ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. જે યુગ પૂર્વેના ડાયનોસોરના અંદાજિત આકાર અને અને કદનું વર્ણન કરે છે. વિભિન્ન ૧૦ ગેલેરીઓમાં ફેલાયેલું આ મ્યુઝિયમ એક સઘન માહિતી કેન્દ્ર સમાન જોવા મળશે.

    તો મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ જણાવ્યું છે કે ગુજરાતના બાલાસિનોર પાસે રૈયાલીના ડાયનાસૌર મ્યુઝિયમ અને ફોસીલ પાર્કને થ્રી ડી ટેક્નોલોજી અને આધુનિક તકનીક સાથે વિશ્વ પ્રવાસન કેન્દ્ર  તરીકે વિકસાવવા પ્રવાસન વિભાગને 10 કરોડ રૂપિયા ની વધારાની સહાય સરકાર આપશે.

    મુખ્યમંત્રીએ રૈયાલીમાં ડાયનાસૌર મ્યુઝિયમનું લોકાર્પણ કરતા ગુજરાતના પ્રવાસન વિકાસમાં એક નવું મોર પીંચ્છ ઉમેરાયાનું ગૌરવ વ્યક્ત કર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે  વિશ્વના પ્રવાસન સ્થળોમી જેમ ગુજરાતના પ્રવાસન ધામો સાથે હવે આ મ્યુઝિયમ 
    પણ ચમક્યું છે અને ગુજરાતે  વિશ્વના દેશોની હરોળમાં અગ્રેસર રહેવાની પરમ્પરા સાકાર કરી છે. 

    વિજય ભાઈ રૂપાણીએ  ગુજરાતમાં પ્રવાસન વૈવિધ્યની વિશેષતાઓની વિશદ ભૂમિકા આપતા ટુરિઝમ સરકીટ વિકસાવવાની પણ નેમ દર્શાવી હતી.. 
    તેમણે કહ્યું કે આ મ્યુઝિયમ અને ફોસીલ પાર્કૃની મુલાકાત લઈને શાળાના બાળકોથી માંડી ડાયનાસૌરની સૃષ્ટિમાં અને અભ્યાસમાં રસ ધરાવનારા તજજ્ઞો પુરાતત્વ વિદો સંશોધકોને આ જીવાષ્મીની અનેક વાતો ગાથાઓ જાણવા  નિહાળવા મળશે. 
    વિજય ભાઈ રૂપાણીએ રૈયાલીનો હવે પ્રવાસન ધામ તરીકે વિકાસ થતાં સ્થાનિક રોજગારીની તકો પણ વધશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply