Skip to main content
Settings Settings for Dark

તમામ સિંહોનું કરાયું રસીકરણ, સ્થળાંતરનો પ્રશ્ન નહીંઃ CM રૂપાણી 

Live TV

X
  • સૌરાષ્ટ્રની ભાજપ શાસિત નગરપાલિકાઓના પદાધિકારીઓનો પ્રશિક્ષણ વર્ગ, આજે જૂનાગઢ ખાતે યોજાયો હતો. આખો દિવસ ચાલેલા પ્રશિક્ષણ વર્ગમાં, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ખાસ ઉપસ્થિતિ હતી. આ શિબિરમાં તેઓએ કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, અને જિલ્લાના વિકાસ નકશાને તાત્કાલિક મંજૂર કરવામાં આવશે તેવી વાત પણ કરી હતી. 

    ઉપરાંત સાવજોના મુદ્દે ચિંતા વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું, કે સિંહોનું રક્ષણ અને સલામતી રાજ્ય સરકારની પ્રાથમિકતા છે, અને આ વાતને ધ્યાને રાખતા રાજ્યના તમામ સિંહોનું રસીકરણ કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું, કે રાજ્ય સરકાર સિંહોને બચાવવા માટે કટિબદ્ધ છે. 

    આ સાથે મુખ્યમંત્રીએ ભવનાથ મહાદેવના દર્શન કરી, બે પ્રવેશ દ્વારનું લોકાર્પણ કર્યું હતું. તો ગિરનાર ક્ષેત્રના સાધુ સંતોએ, મહાશિવરાત્રીના મેળાને મીની કુંભ મેળાનો દરજ્જો આપવા બદલ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું સન્માન કર્યું હતું. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply