રાજ્યની શાંતિ ડહોળનારને સાંખી નહીં લેવાયઃ DGP શિવાનંદ જહા
Live TV
-
રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસોમાં પરપ્રાંતીય લોકો પર થયેલ હુમલા બાબતે, આજે રાજ્યના મુખ્ય પોલીસ વડા શિવાનંદ જહાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. ગાંધીનગર ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં DGP શિવાનંદ જહાએ, રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ નોંધાયેલ ગુનાની માહિતી આપી હતી.
તેમણે જણાવ્યું હતું, કે રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાં SRPની 17 ટીમો ફાળવવામાં આવી છે. તેમજ પરપ્રાંતીયોના કામના સ્થળે અને તેમના નિવાસસ્થાને, પોલીસ સુરક્ષા આપવામાં આવી છે, તેમજ હુમલાના કેસમાં ધરપકડ પણ કરવામાં આવી રહી છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું, કે અધિકારીઓને ગામેગામે પહોંચીને મીટીંગ માટેના આદેશ આપવામાં આવ્યા છે.
શ્રી જહાએ જણાવ્યું હતું, કે આ બનાવો પાછળ ક્યા પરિબળો કામ કરી રહ્યા છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. જો કોઈ અફવા ફેલાવે તો પોલીસને જાણ કરવા તેમણે જાહેર જનતાને અપીલ કરી હતી.
