રાજ્ય સરકારે દુર્ઘટનામાં ભોગ બનનાર પરિવારને 5 લાખની સહાય
Live TV
-
ઉત્તરાખંડમાં ગંગોત્રી ધામ દર્શને ગયેલા રાજકોટના તીર્થયાત્રીઓ, કે જેઓ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા, તેમના પરિવારજનોને રાજ્ય સરકારે 5 લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મૃતકના પરિવારજનોની મુલાકાત લીધી હતી અને તેમને સાંત્વના પાઠવી હતી. શનિવારે રાત્રે વાયુસેનાના વિમાનમાં રાજકોટ ખાતે તીર્થયાત્રીઓના મૃતદેહો આવી પહોંચતાં, ગમગીની ભર્યા દૃશ્યો સર્જાયા હતા. ગઈકાલે તેમના અંતિમ સંસ્કાર થયા હતા. રાજકોટના રામેશ્વર અને ગાયત્રીનગર સહિતના વિસ્તારમાંથી એક સાથે અંતિમયાત્રા નીકળતાં, લોકો મોટી સંખ્યામાં તેમાં જોડાયા હતા
