તરણેતરના મેળામાં વારસા અને આધુનિકતાનો સંગમ
Live TV
-
તરણેતરના મેળામાંથી મને શીખવા મળ્યું છે કે તમામ પશુપાલકો તેમના પશુઓને ખૂબ જ પ્રેમ કરે છે : શિવમ બોરીચા
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ભાતીગળ તરણેતરના મેળામાં પશુપાલન ખાતા દ્વારા આયોજિત 'પશુ પ્રદર્શન હરીફાઈ' આકર્ષણનું કેન્દ્ર બની છે. આ સ્પર્ધામાં શ્રેષ્ઠ પશુઓ અને ઉત્સાહી પશુપાલકોની ઉપસ્થિતિ વચ્ચે રાજકોટના નાની વયના બાળ પશુપાલક શિવમ બોરીચા પોતાના પરિવાર સાથે વિશેષરૂપે હાજર રહ્યા હતા.
પોતાના અનુભવ વિશે વાત કરતા શિવમે જણાવ્યું હતું કે, "અમે છેલ્લા બે વર્ષથી આ મેળામાં આવીએ છીએ અને આ વખતે અમારી સાથે 'વોળકી' નસલની ગાય લાવ્યા છીએ." તેમણે વધુમાં ઉમેર્યું કે, "તરણેતરના મેળામાંથી મને એ શીખવા મળ્યું છે કે તમામ પશુપાલકો પોતાના પશુઓ પર અઢળક પ્રેમ કરે છે. અમારો આખો પરિવાર પણ પશુઓને ખૂબ જ વ્હાલથી ઉછેરે છે."
શિવમ બોરીચા જેવા બાળ અને યુવા પશુપાલકોનો આ જોશ એ વાતની સાક્ષી પૂરે છે કે ગુજરાતની પરંપરાગત પશુપાલન સંસ્કૃતિ હવે નવી પેઢીના હાથમાં વધુ સુરક્ષિત અને આધુનિક અભિગમ સાથે આગળ ધપી રહી છે. મેળામાં પધારેલા મુલાકાતીઓએ પણ નાના શિવમના ઉત્સાહ અને મૂંગા જીવો પ્રત્યેના નિસ્વાર્થ પ્રેમને ખુલ્લા મનથી બિરદાવ્યો હતો.
