તાપી જિલ્લાના શિયાદલ ગામેથી 24 લાખનો દારૂ ઝડપાયો
Live TV
-
એકત્રીસ ડિસેમ્બરની ઉજવણીને ધ્યાને રાખતા ગુજરાત પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્યાકે તાપી જિલ્લાના વાલોડના શિયાદલા ગામેથી વિદેશી દારૂ ઝડપી લેવામાં આવ્યો હતો. ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલે કુલ 24 લાખના વિદેશી દારૂ સહિત કુલ 34 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે કુખ્યાત બુટલેગર બાબુ મારવાડી સહિત 11 ને વોન્ટેડ જાહેર કર્યાં છે.
