Skip to main content
Settings Settings for Dark

તાપી જિલ્લાનો ઈજનેર યુવાને અમેરીકન “ઝુકીની” શાકભાજીની કરી સૌપ્રથમ ખેતી

Live TV

X
  • તાપી જિલ્લો રાજ્ય સરકારની અનેકવિધ લોકકલ્યાણલક્ષી યોજનાઓના લાભ લાભ મેળવી આર્થિક સધ્ધરતા તરફ આગળ વધી રહયો છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે કલ્યાણકારી યોજનાઓનો લાભ અપાઈ રહયો છે. ત્યારે આજે GGRC ની મદદથી અમેરીકન શાકભાજી ‘ઝુકીની‘ ની ખેતીનો તાપી જિલ્લામાં સૌપ્રથમ નવતર પ્રયોગ હાથ ધરી ઓર્ગેનિક ખેતી કરતા વ્યારા તાલુકાના ઉંચામાળા ગામના નૈતિક વિલાસભાઈ ચૌધરીએ અનેક યુવાનોને પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

    ઉંચામાળા ગામનો આ નવયુવાન ડિપ્લોમા સિવિલ એન્જીનીયર ભણેલો છે. નૈતિક હાલમાં પરંપરાગત વ્યવસાય અપનાવીને ખેતી કરી રહ્યો છે. પિતા વિલાસભાઈ ચૌધરીનું કોરોનામાં મૃત્યુ થતા પરિવારની સંપૂર્ણ જવાબદારી તે અદા કરી રહ્યો છે. સિવિલ એન્જીનીયરની ડિગ્રી અને કંઈક નવુ કરવાની ઘેલછા હોવાથી તેણે ઓર્ગેનિક ખેતી કરવાનો દ્રઢ નિર્ધાર કર્યો.

    નૈતિકે સૌપ્રથમ ઈન્ટરનેટના માધ્યમથી નવી ખેતી અંગેની જાણકારી મેળવી. અમેરીકન કદ્દુ એટલે કે અમેરીકન કોળુ તરીકે ઓળખાતી શાકભાજી ‘ઝુકીની‘ ખૂબ જ ગુણકારી અને આયુર્વેદિક મૂલ્યો ધરાવતી હોવાથી તેની ખેતી કરવાનું નક્કી કર્યું. આ ખેતી માટે ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવા માટે જિલ્લાના બાગાયત વિભાગનો સંપર્ક કર્યો હતો. ટપક સિંચાઈ પદ્ધતિમાં GGRC દ્વારા ૭૦ ટકા સબસીડી મળતી હોવાથી તેના થકી ૩.૫ વિંઘા જમીનમાં ‘ઝુકીની‘ની ખેતી શરૂ કરી હતી. શરૂઆતમાં દિલ્હીથી બિયારણ મંગાવી પોતે તેના છોડ તૈયાર કર્યા અને પછી તેનું વાવેતર કર્યું.

    કાકા બકુલભાઈ રમણભાઇ ચૌધરીનું માર્ગદર્શન લઇને પથરાળ જમીન હોવા છતા નવા બાગાયતી પાક બનાવવાનું સાહસ નૈતિકે કર્યું હતું. સારી માવજત કરવામાં આવે તો ‘ઝુકીની‘નું એક એકરમાં ૨૦ ટન ઉત્પાદન મેળવી શકાય છે. ૪૫ થી ૫૦ દિવસમાં પાકનો ઉતાર ચાલુ થઈ જાય છે. ૪ મહિના સુધી તેની આવક મેળવી શકાય છે. હાલમાં આ પાક નવો હોઈ એટલો પ્રચલિત નથી. જેથી મોટા શહેરોમાં મોકલવો પડે છે. માટે ઓનલાઈન પધ્ધતિથી નૈતિકભાઈ માર્કેટીંગ કરે છે. જેમાં ૧ મણના અંદાજીત ૧૫૦૦ થી ૨૦૦૦ સુધીનો ભાવ મળી શકે છે.

    જિલ્લાના નાયબ બાગાયત નિયામક આ બાબતે જણાવે છે કે, રાજ્ય સરકારની ટપક સિંચાઈ યોજના હેઠળ કૃષિને નફાકારક બનાવતી આધુનિક ટેકનોલોજીની મદદથી કૃષિ વિકાસ ખેડૂતો અપનાવે તો ચોક્કસ આવકમાં વધારો કરી શકે છે.

    ઝુકીનીના ગુણઃ ઝુકીનીમાં એન્ટી ઑક્સીડેન્ટ અને એન્ટી ઇન્ફલેમેટરી પ્રોપર્ટીઝ હોય છે. સાથે જ કેટલાક ફોટોન્યૂટ્રિયન્ટ્સ પણ હોય છે, જે શરીરમાંથી ઝેરી તત્વો કાઢવામાં મદદ કરે છે. ઝુકીનીમાં પાણીનું પ્રમાણ વધારે અને કેલેપી ઓછી હોય છે એટલા માટે વજન ઘટાડવામાં ફાયદાકારક છે. દરરોજ ઝુકીની ખાવાથી શરીરમાં ફાઇબર અને પાણીનું પ્રમાણે વધશે જેનાથી ભૂખ જલ્દી લાગશે નહીં.

    પ્રેગનેન્સી માટે ડાર્ક ગ્રીન કલરના શાકને ફાયદાકારક માનવામાં આવે છે, અને ઝુકીની પણ એમાંથી એક છે. એમાં ફૉલિક એસિડ હોય છે જે બર્થ ડિફેક્ટ્સથી બચાવે છે. આ ઉપરાંત એમાં મેગ્નેશિયમ પણ હોય છે, જે ખાસ કરીને એ મહિલાઓમાં જરૂરી હોય છે જેમાં પ્રીમેચ્યોર લેબરનું જોખમ વધારે રહે છે. 

    નૈતિક ચૌધરી તંદુરસ્તી માટેના ફાયદા જણાવતા કહે છે કે, ઝુકીની ડાયાબિટીસથી લઇને હાર્ટ એટેક માટે પણ સારી માનવામાં આવે છે. એમાં ફાઇબર અને પોટેશિયમ તો ભરપૂર માત્રમાં હોય છે, પરંતુ ફેટ અને સોડિયમ ઓછું હોય છે. ઝુકીની આંખોના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે. એમાં બીટા કેરોટિન. લ્યૂટિન અને કેટલાક ફોટોન્યૂટ્રિએન્ટ્સ હોય છે જે શરીરમાં જઇને વિટામીન-એ માં પરિવર્તિત થઇ જાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply