Skip to main content
Settings Settings for Dark

તાલાલા બેઠકના ધારાસભ્ય ભગા બારડનો પક્ષ પલટો, ભાજપનો ખેસ કર્યો ધારણ

Live TV

X
  • ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ગઢમાં મોટુ ગાબડુ પડ્યું છે. ગીર સોમનાથની તાલાલા બેઠકના ધારાસભ્ય ભગા બારડ તેમના સમર્થકો સાથે આજે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં ભાજપમાં જોડાયા છે.

    પ્રદેશના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ ભગા બારડ તેમજ શૈલેષ બારડ અને હિરેન બારડને ખેસ અને ટોપી ધારણ કરાવી પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. ભગા બારડે આ અવસરે કહ્યું કે, અમે મૂળ કોંગ્રેસી નથી તેમજ, પીએમ મોદીના વિકાસની રાજનીતિમાં એક સૈનિક તરીકે અમે બધા જોડાયા છીએ. આ પ્રસંગે પ્રદેશના મુખ્ય પ્રવકતા યમલ વ્યાસ, સહ પ્રવકતા ભરત ડાંગર, ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ માનસિંહ પરમાર સહિત મોટી સંખ્યામાં  કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. 

    ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ અને આદિવાસી નેતા મોહનસિંહ રાઠવા પણ પોતાના બે પુત્રો સાથે ભાજપમાં જોડાયા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
apply