તીડના ઉપદ્રવથી સર્વે કરીને ખેડૂતોને રાજ્ય સરકાર કરશે સહાય
Live TV
-
કચ્છ સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં તીડના ઉપદ્રવથી ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે, ત્યારે સર્વે કરીને ખેડૂતોને સહાય કરવાની વાત નાયબ મુખ્યમંત્રીએ કરી છે,, અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે વિવિધ વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ પ્રસંગે પહોંચેલા નાયબ મુખ્યમંત્રીએ તીડના ઉપદ્રવ અંગે વાત કરી હતી,, તેમણે જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં છેલ્લા એક સપ્તાહથી તીડનું આક્રમણ ચાલી રહ્યું છે, જેથી ઉભા પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે, પાકિસ્તાન તરફથી કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આવેલા તીડના ઝૂંડથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેનો નાશ કરવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની ટીમ સતત કામે લાગી છે, તીડના ઇંડાનો નાશ કરવા માટે તમામ ટીમ કાર્યરત છે અને દવાઓનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો હોવાની વાત તેમણે કરી હતી,,, આ સાથે જ જે ખેડૂતોને તીડથી નુકસાન પહોંચ્યું છે, જેનો સર્વે કરીને તેમને રાજ્ય સરકાર તરફથી સહાય આપવાની વાત નાયબ મુખ્યમંત્રીએ કરી હતી...
