ત્રીજા તબક્કાના મતદાન માટે ગુજરાતમાં જામ્યો રાજકીય માહોલ
Live TV
-
લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાનને લઈ રાજકીય માહોલ જામ્યો છે.ઉમેદવારોના નામ જાહેર થઈ જતાં હવે ઉમેદવારી પત્રક ભરવાનો સિલસીલો ચાલી રહ્યો છે.અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડૉક્ટર કિરિટ સોલંકીએ પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું હતું.મોટી સંખ્યામાં પોતાના કાર્યકરો સાથે રોડ શો કરી અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે તેમણે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
કચ્છ લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા વિનોદ ચાવડાને ટીકીટ ફાળવતા તેઓએ ભુજ ખાતે આજે તેઓની ઉમેદવારી નોંધાવી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભુજના ટીનસીટી ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી રોડ શો યોજાયો છે. આ પ્રસંગે ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપનાં લુણાવાડાનાં વર્તમાન ધારાસભ્ય રતનસિંહ રાઠોડ એ રાજ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ભાજપ કાર્યકરોની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ અગાઉ રતનસિંહ રાઠવાએ ગોધરા સ્થિત ભાજપના મધ્યસ્થ કાર્યાલય પરથી રાજ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને મોટી સંખ્યામા હાજર ભાજપના કાર્યકરો સાથે શહેરના મુખ્ય માર્ગો પર રેલી યોજી હતી. આ પ્રસંગે ઉમેદવાર રતનસિંહ રાઠવાએ પંચમહાલ જીલ્લાના બાકી પ્રશ્નોનું નિરાકરણ લાવવાનાં મુદ્દાઓને લઈને ચૂંટણી પ્રચાર કરશે અને વિજયી બનશે તેઓ આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.
પોરબંદર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ ઉપલેટાથી પ્રચારના શ્રીગણેશ કર્યા છે. ઉપલેટામાં કાર્યકર સ્નેહ મિલન સમારોહમાં ઉપલેટા તાલુકા પંચાયત પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ તમામ સમાજના અગ્રણીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે લલિત વસોયાએ કોંગ્રેસ હાઈકમાન્ડનો પોતાનો ઉમેદવાર તરીકે પસંદગી કરવા બદલ આભાર માન્યો હતો. તેમણે સારી સરસાઈ સાથે આ બેઠકમાં જીત મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
