રિવરફ્રન્ટ ખાતે ફાગ મહોત્સવનો સાંસદ ડૉ. કિરીટ સોલંકીએ કરાવ્યો પ્રારંભ
Live TV
-
અમદાવાદ શહેરના રિવર ફ્રન્ટ ખાતે મારવાડી મિત્ર સંઘ અને રાજસ્થાન પ્રવાસી મહાસંઘ દ્વારા ભવ્ય ફાગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજસ્થાનની લોકકલાના કલાકારોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.
ફાગ મહોત્સવને અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો. કિરિટ સોલંકીએ વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. વર્ષોથી ગુજરાતમાં રહેતા રાજસ્થાનના લોકોએ ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી છે ત્યારે ગુજરાતના વિકાસની રાજસ્થાન સમુદાયની મહત્વની ભૂમિકા રહી છે તેમ સાંસદ કિરીટ સોલંકીએ જણાવ્યું હતું.
કાર્યક્રમમાં રાજસ્થાનના સમાજના અગ્રણીઓનું સન્માન કરી ગુજરાતના વિકાસમાં તેમને આપેલા યોગદાનને પણ બિરદાવ્યા હતા. રિવર ફ્રન્ટ ખાતે યોજાયેલા આ રંગારંગ ફાગ મહોત્સવમાં વિશાળ સંખ્યામાં રાજસ્થાની લોકો જોડાયા હતા.
