Skip to main content
Settings Settings for Dark

દક્ષિણ ગુજરાતમાં કઈ રીતે સંકટ મોચક બન્યુ NDRF, વાંચો એક ક્લીકમાં

Live TV

X
  • બચાવ ટીમના જવાનો ફસાયેલા લોકોને બહાર કાઢવામાં પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા

    દક્ષિણ ગુજરાત સહીત સમગ્ર રાજ્યમાં મેઘ મહેર વચ્ચે ભારે વરસાદે નવસારી જિલ્લાને ધમરોળી નાખ્યું છે.ત્યારે જિલ્લાની અંબિકા-કાવેરી એ પોતાનું રોદ્ર  સ્વરૂપ ધારણ કરતા બને નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાય હતી જેને લઇ 20થી વધુ ગામો સંપર્ક વિહોણા બનતા તંત્ર દ્વારા એનડીઆરએફ ની મદદ લેવાઈ હતી.જેમાં 5000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા..પૂરની પરિસ્થિતિઓમાં લોકો માટે સંકટ મોચન બની આવતી એનડીઆરએફ ની ટીમને સો સલામ છે .કે જેઓ પોતાની જીવ દાવ પર લગાવીને બીજાના જીવ બચાવતા હોય છે .પરંતુ આવા લોકો માટે કોણ હોય છે જીવ બચાવનાર એવો સવાલ  દરેકને થતો હોય છે તો એના માટે સક્ષાત ભગવાન સંકટ મોચન બનીને આવતા હોય છે આવુજ કંઈક નવસારીના બીલીમોરા ખાતે પૂરની પરિસ્થિતિમાં લોકોને રેસ્ક્યુ કરતી એનડીઆરએફ ની ટીમ સાથે બન્યું હતું..

    નવસારી ના બીલીમોરા શહેર નજીક આવેલા ભાઠા ગામે આવેલ વાંગરી ફળીયા માં ફસાયેલા 17 જેટલા લોકો ને રેસ્કયુ કરવા ગયેલા એનડીઆરાએફ ની  બોટ ધસમસતા પાણી ના પ્રવાહ ને કારણે પલ્ટી મારી જતા એનડીઆરએફ ના 4 જેટલા યુવાનો પાણી ના પ્રવાહ માં તણાયા હતા.બે કલાક ની ભારે જહેમત બાદ સ્થાનિક યુવાનો એ બહાર કાઢ્યા હતા .એક એનડીઆરએફ ના યુવાન ને સામન્ય ઈજાઓ થતા સારવાર લેવી પડી હતી.ત્યારબાદ એન્ડીઆરએફ ની બીજી એક ટિમ સાથે મળી ને આ ટીમે 17 જેટલા લોકો ને સલામત સ્થળે ખસેડયા હતા.ખરેખર પૂરની પરિસ્થિતિઓમાં લોકો માટે સંકટ મોચન બની આવતી એનડીઆરએફ ની ટીમને સો સલામ છે કે જેઓએ પોતાની જિંદગી બચ્યા બાદ પણ ફરી પાછા લોકો માટે પાણી કૂદી એન્ડીઆરએફ ની બીજી એક ટિમ સાથે મળી ને આ ટીમે 17 જેટલા લોકો ને સલામત સ્થળે ખસેડયા હતા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply