Skip to main content
Settings Settings for Dark

દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાનાં પગલે કેરીનો પાકને વ્યાપક પ્રમાણમાં થયું નુકસાન

Live TV

X
  • નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાનાં પગલે કેરીનો પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. બાગાયતી બગીચો ગણાતા દક્ષિણ ગુજરાતમાં માત્ર 20 થી 25 ટકા જેટલો કેરીનો પાક બચ્યો છે. જેને કારણે કેરીના ભાવ શરૂઆતમાં ખૂબ ઊંચા ગયા છે. ફળોનાં રાજા કેરીનું નવસારી એપીએમસી માર્કેટમાં મોડું આગમન થયું છે. એ.પી.એમ.સી. માર્કેટમાં રોજિંદા 2000 થી 2500 મણથી વધુની કેરીની આવક થતા કેરી રસિયાઓને રાહત થઇ છે. આ કેરી સમગ્ર જિલ્લા ભરમાંથી આવી રહી છે. નવસારી એપીએમસીમાં ઠલવાયેલ કેરીનો જથ્થો અહીંથી મુંબઇ, રાજસ્થાન, દિલ્હી વિગેરે જગ્યાએ જાય છે. 

    નવસારી એપીએમસી માર્કેટમાં હાલમાં રોજની 2500 મણ જેટલી વિવિધ કેરીઓ હરાજી માટે લાવવામાં આવી રહી છે. જેમાં કેસર, રાજાપુરી, લંગડો, હાફુસ, તોતાપુરી, દશેરી વગેરે કેરીઓનો જથ્થો વિપુલ પ્રમાણમાં હરાજી માટે આવતા કેરીનાં વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળે છે. હાલમાં નવસારી એપીએમસીમાં આવતી પ્રખ્યાત કેસર કેરીનો 20 કિલોગ્રામનો રૂ. 1200 થી 2000 રૂપિયા ખેડૂતોને મળી રહ્યાં છે. એ.પી.એમ.સી મંત્રી દર્શન દેસાઈ કેરીના ઓછા પાકને કારણે ઉંચા અને પોષણક્ષમ ભાવ ખેડૂતોને મળે તેવી આશા વ્યક્ત કરી રહ્યાં છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply