Skip to main content
Settings Settings for Dark

દક્ષિણ ગુજરાતમાં સરેરાશ પોણા બે ઈંચ , સૌરાષ્ટ્રમાં એકથી ચાર ઇંચ વરસાદ

Live TV

X
  • દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ગુજરાતની દક્ષિણ સિમાએ પહોંચી ગયું છે. સુરતના 84 તાલુકા અને સુરત શહેરમાં પણ 1 ઈંચથી વધુ વરસાદ

    ગુજરાત માટે સારા સમાચાર છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ગુજરાતની દક્ષિણ સિમાએ પહોંચી ગયું છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ સુરતના કામરેજ અને પલસાણા ખાતે પોણા બે ઈંચ જેટલો પડયો હતો. તો સુરતના 84 તાલુકા અને સુરત શહેરમાં પણ 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. નવસારી, તાપી, તેમજ આસ-પાસના જિલ્લાઓમાં પણ વરસાદ નોંધાયો હતો. સાંજે 6 વાગે સુધી ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ધંધુકા તાલુકા ખાતે લગભગ 4 ઈંચ જેટલો નોંધાયો હતો. ખેડા, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર , પાટણ , અમરેલી વગેરે જિલ્લાઓમાં પણ સારો એવો વરસાદ વરસ્યો હતો. કેન્દ્ર શાસિત પ્રદેશ દિવ અને દમણમાં પણ વરસાદ નોંધાયો હતો. દિવમાં સાંજ સુધીમાં 1 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply