સીએમ વિજય રૂપાણીએ હોમ લર્નિગ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો
Live TV
-
ધો.3થી 12ના વિદ્યાર્થીઓ ડીડી ગિરનાર ચેનલ પર શિક્ષણ અપાશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય જળવાઈ રહે તે માટે ડીડી ગિરનાર ઉપરથી હોમ લર્નિંગ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબહેન દવે આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતગર્ત ધોરણ 3 થી ધોરણ 12ના તમામ વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત બાયસેગ દ્વારા વંદે ગુજરાત ચેનલ ઉપર પણ GCERT તથા માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ પાંચથી ધોરણ બારના કાર્યક્રમોનું પણ પ્રસારણ કરાશે.
