Skip to main content
Settings Settings for Dark

રાજ્યના વિવિધ શહેરોમાં અનુભવાયા ભુકંપના આંચકા

Live TV

X
  • આંચકાની તીવ્રતા 5.5, કેન્દ્ર બિંદુ કચ્છ જિલ્લામાં, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ કચ્છ સહિતના વિસ્તારોમાં ધ્રૂજારી, ડરના માર્યા લોકો ઘરની બહાર આવી ગયા

    ગુજરાત સહિત પાકિસ્તાનના સિંધ પ્રાંત સુધી ગઇરાતે ભૂકંપના આંચકા આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા, 5.5 આંકવામાં આવી છે. ભૂકંપના પ્રથમ આંચકા પછી પણ, 3.1 અને 2.9, 2.2 , 2.5 , 3.7 અને 2.5 ની તીવ્રતાના છ આફ્ટર શોક પણ અનુભવાયા હતા. ભૂકંપ અનુભવાતાં જ લોકો ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા. પ્રારંભિક માહિતી મુજબ ક્યાંય મોટા નુકસાનના અહેવાલ નથી. ભૂજ, પાટણ સહિતના વિસ્તારોની કેટલીક ઇમારતોમાં તિરાડ પડી હોવાના અહેવાલ છે. રાતે આઠ કલાક અને 13 મિનિટે ભૂકંપનો પ્રથમ આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છ જિલ્લાના ભચાઉ નજીક હતું. ભુકંપનું કેન્દ્ર 2001માં આવેલા વિનાશકારી ભૂકંપના કેન્દ્રથી નજીક જ નોંધાયું હતું. અમદાવાદ, મહેસાણા, રાજકોટ, ભાવનગર, વલસાડ સહિત રાજ્યના 20 જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply