CM વિજય રૂપાણીએ "યોગ કરીશું; કોરોનાને હરાવીશું" જાગૃતિ અભિયાનનો કરાવ્યો પ્રારંભ
Live TV
-
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોના સામેની લડાઈમાં યોગ, એ અમોધ અને શકિતશાળી શસ્ત્ર છે. યોગ દિવસને લઈને આજથી સતત 6 દિવસ સુધી, રાજ્યવ્યાપી અભિયાન ચાલશે, જેમાં દેશ અને રાજ્યની પ્રતિષ્ઠીત વ્યક્તિઓ યોગાસન, ધ્યાન અને પ્રાણાયમ વિશે , ફેસબુક પેઈજ પરથી લાઇવ થશે. જે અંતર્ગત યોગગુરૂ બાબા રામદેવ, શ્રી શ્રી રવિશંકરજી, પૂજ્ય શ્રી સદગુરુ જેવા મહાનુભાવો , યોગ પ્રાણાયમ અને ધ્યાન ઉપર લોકોને માર્ગદર્શન આપશે. આયુષ મંત્રાલય દ્વારા આ વર્ષના વિશ્વ યોગ દિવસની થીમ, "Yoga At Home", અને "Yoga With Family" રાખવામાં આવી છે.
