રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત
Live TV
-
રાજ્યમાં કોરોનાના સંક્રમણનો આંકડો , સતત વધી રહ્યો છે. ગઈકાલે નોંધાયેલા 517 કેસ બાદ આજે સુરતમાંથી નવા 39 પોઝિટિવ કેસ નોંધાયા છે.જ્યારે એક દર્દીનું કોરોનાને કારણે મોત થયું છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં 4 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. તો આજે સુરેન્દ્રનગરમાંથી નવા 7 કેસ મળી આવ્યાછે. જિલ્લાના લીંબડીમાં 1, જોરાવરનગરમાં 4 અને પાટડીમાંથી 2 કેસ મળી આવ્યા. આ તમામ દર્દીઓને સારવાર માટે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. તમામ દર્દીઓની બહારગામની ટ્રાવેલ હિસ્ટ્રી જાણવા મળઈ છે. સુરેન્દ્રનગરમાં અત્યાર સુધી કુલ સંક્રમિતોની સંખ્યા 73 થઈ ગઈ છે. તો આજે ભરૂચ જિલ્લામાંથી પણ નવા 6 કેસ મળી આવતા, આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. ભરૂચમાં જે કેસ સામે આવ્યા તેમાં સ્વામીનારાયણ સંપ્રદાયના 2 સંતોનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. સાથે જ શહેરના 1 બુટલેગરની પોલીસ દ્વારા ધરપકડ કરાઈ હતી , તેનો પણ રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસ કર્મચારીઓને ક્વોરન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરાઈ છે. જિલ્લામાં કુલ સંક્રમિતોની સંખ્યા 83 થઈ ગઈ છે. તો આજે અરવલ્લી જિલ્લામાંથી પણ નવા 5 કેસ પોઝિટિવ આવ્યાછે.મોડાસા પંથકમાં નોંધાયેલા આ નવા કેસને લઈ જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. તો સુરતમાં વધી રહેલા કેસ અંગે અમારા સંવાદદાતા એજાઝ શેખ વધું માહિતી આપી રહ્યા છે.
