Skip to main content
Settings Settings for Dark

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પ્રિ મોન્સુનની થઈ શરૂઆત

Live TV

X
  • દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડું ફૂંકાતા વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો

    દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ના કેટલાંક જિલ્લામાં ગઈકાલે આ વર્ષના પ્રિ મોન્સુન ની શરૂઆત થઈ હતી. અમરેલી જિલ્લા ના સાવરકુંડલામાં લગભગ 3 ઈંચ જેટલો વરસાદ થયો હતો , તો દક્ષિણ ગુજરાતમાં ઓલપાડ કીમ બારડોલી અને ભરૂચમાં પણ વરસાદ થયો હતો.સુરતમાં વાવાઝોડું ફૂંકાતા વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસવા માંડ્યો હતો. વૃક્ષો ધરાશાયી થઈ ગયાં હતા. કેટલાક લોકોના ઘરના છાપરા ઉડી ગયા હતા. ફાયરબ્રિગેડને વૃક્ષો પડી જવાના 40 થી વધુ કોલ આવ્યા હતા. ભાવનગર જિલ્લામાં પણ ઝાપટાં પડ્યા હતા. તે ઉપરાંત ડાંગ આહવા સાપુતારા માં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. ત્યાં વરસાદના કારણે પ્રવાસીઓ માં આનંદ ની લાગણી છવાઇ ગઈ હતી. પરંતુ અમરેલી જિલ્લામાં પવન સાથે વરસાદ થવાથી સાવરકુંડલા અમરેલી ધારી અને લિલિયામાં ઝાડ પડી ગયા હતા અને બાગાયતી કેરી જેવા પાકને નુકસાન પહોંચ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply