Skip to main content
Settings Settings for Dark

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે વીસનગર ખાતે વિકાસકાર્યોનું કર્યુ લોકાર્પણ

Live TV

X
  • રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે મહેસાણાના વીસનગર ખાતે વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું

    રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે મહેસાણાના વીસનગર ખાતે વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. જેમાં ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે સિવિલ હોસ્પિટલના નવા OPD વિભાગ તથા બ્લડ બેન્ક તેમજ ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા વીસનગર S.T. ડેપોના લોકાર્પણનો સમાવેશ થતો હતો. નીતિનભાઈએ આ પ્રસંગે સરકારના પ્રજાલક્ષી અભિગમની વાત ફરીથી એકવાર દોહરાવી હતી. તેમણે સરકાર દ્વારા ચાલી રહેલા TB હટાવો ઝૂંબેશ તેમજ આરોગ્ય સહાયની યોજનાઓ અંગે માહિતી આપી હતી. ત્યારબાદ નાયબ મુખ્યમંત્રીએ વીસનગરનો S.T. ડેપો મુસાફરોને પૂરતી સગવડ મળી રહે તે માટે ખાનગી - જાહેર ભાગીદારીથી બનાવાયો હોવાનું જણાવ્યું હતું. વધુમાં કહ્યું કે, સરકાર પ્રજાલક્ષી યોજનાના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં PPP ધોરણે આવા S.T. ડેપો તેમજ એરપોર્ટ સહિતના જાહેર પરિવહનના સંકુલો ઊભા કરી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply