દ.ગુજરાતના કેટલાક જિલ્લાઓની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ જાહેર
Live TV
-
દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ આજે જાહેર થયા છે, જેમાં તાપીની વ્યારા નગરપાલિકામાં વોર્ડ નંબર એકમાં ભાજપ પ્રેરીત 4 ઉમેદવારોનો વિજય થયો છે, તો વોર્ડ નંબર 5માં કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે.
તો વલસાડ જિલ્લાની પારડી તાલુકા પંચાયતમાં ટાઈ પડી છે. 22 બેઠક ધરાવતી પારડી તાલુકા પંચાયતમાં સોનવાડા બેઠક માટે ,ચૂંટણી યોજાઈ હતી. જેના પરિણામ જાહેર થયા છે, જેમાં કોંગ્રેસના તરુણ પટેલનો ,વિજય થયો છે.
પહેલા ભાજપ પાસે 11 અને કોંગ્રેસ પાસે 10 બેઠક હતી, પરંતુ એક બેઠક પર કોંગ્રેસનો વિજય થતાં ભાજપ અને કોંગ્રેસ બન્નેના ફાળે 11-11 બેઠક થઈ છે, તો વલસાડ જિલ્લાની કપરાડા તાલુકા પંચાયતની ટીશકરી જંગલ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. તો મહેસાણા જિલ્લા પંચાયતની લીંચ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર શોભના બહેન ઠાકોરનો વિજય થયો છે.
