Skip to main content
Settings Settings for Dark

મોરબીઃ સ્વાઈન ફ્લૂનો 1 પોઝિટિવ કેસ, સુંદરગઢમાં ટેમીફ્લૂ ટેબલેટનું વિતરણ 

Live TV

X
  • રાજ્યમાં મેલરિયા, વાયરલ ફીવર,સ્વાઈન ફ્લૂ અને ડેન્ગ્યુના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યભરમાં સ્વાઈન ફ્લૂના કેસનો આંક 1089 સુધી પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં સ્વાઈન ફ્લૂના 62 કેસ નોંધાયા છે. જે પૈકી 36 કેસ અમદાવાદના છે. 

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડા મુજબ ગત જાન્યુઆરીથી 8 ઓક્ટોબર સુધી અમદાવાદમાં સ્વાઈનફ્લૂના 322 કેસ નોંધાયા છે. આ નવ મહિનામાં સૌથી વધુ કેસ સપ્ટેબર અને ચાલુ મહિને નોંધાયા છે. 

    આરોગ્ય વિભાગ દ્રારા મળેલી માહિતી મુજબ ,છેલ્લા 24 કલાકમાં ,સ્વાઈન ફ્લૂના કેસ પર ,નજર કરીએ /તો બનાસકાંઠાના 36, ભાવનગરમાં ગ્રામ્યમાં 4, મહેસાણામાં 3, સુરત, સાબરકાંઠા અને ગાંઘીનગર, વડોદરામાં 2-2 કેસ નોંધાયા છે ,અને વસલાડ ખાતે 2 કેસ નોંધાયા છે. 

    નોંધનિય છે ,કે છેલ્લા એક મહિનામાં રાજ્યમાં સ્વાઈન ફ્લૂના 1 હજારથી વધુ કેસ નોંધાયા છે. વધતા જતાં રોગચાળાના પગલે આરોગ્ય વિભાગે સ્વસ્છતા અને સાવધાનીના પગલા લેવા લોકોને અપીલ કરી છે.

    સુંદરગઢમાં ટેમીફ્લ નામની ટેબલેટનું વિતરણઃ 
    મોરબી જિલ્લામાં આવેલા, હળવદ તાલુકાના સુંદરગઢમાં એક યુવાનનો સ્વાઈન ફ્લૂનો કેસ પોઝિટિવ આવ્યો છે. યુવાનને વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, તો આરોગ્ય વિભાગ દ્વારા સુંદરગઢ ગામમાં ડોર ટુ ડોર તપાસ હાથ ધરવામાં આવી છે.

    લોકોની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ ટેમીફ્લૂ નામની ટેબલેટનું વિતરણ કરી રહ્યું છે. જો સ્વાઈન ફ્લૂના લક્ષણ મળી આવે, તો તુરંત વિશેષ સારવારની તંત્ર દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply