Skip to main content
Settings Settings for Dark

પ્રરપ્રાંતિય પર હુમલાની ઘટનાઓને લઈ રાજકારણ ગરમાયું

Live TV

X
  • ગુજરાતમાં પરપ્રાંતિય પર થઈ રહેલા હુમલાની ઘટનાને લઇને રાજકારણ ગરમાયું છે

    ગુજરાતમાં પરપ્રાંતિય પર થઈ રહેલા હુમલાની ઘટનાને લઇને રાજકારણ ગરમાયું છે. ગઇકાલે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટર પર ટ્વીટ કર્યુ હતુ કે ગરીબીથી મોટી કોઇ સમસ્યા નથી. ગુજરાતમાં થઇ રહેલ હિંસાનું મૂળ ત્યાંની બંધ ફેક્ટરી અને બેરોજગારી છે. વ્યવસ્થા અને અર્થ વ્યવસ્થી બંને કથડી રહ્યા છે. ત્યારે પ્રવાસી શ્રમીકોને નિશાન ન બનાવવા જોઇએ, હું તેની સાથે સંપૂર્ણપણે ઉભો રહીશ.

    રાહુલ ગાંધીના આ ટ્વીટ પર વલતો પ્રહાર કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ કે જ્યારે તેમનો પોતાનો પક્ષ સ્થળાંતરકારો સામે હિંસાને ઉશ્કેરી રહ્યો છે ત્યારે આવી ટ્વીટ કરવા બદલ તેમણે શરમ અનુભવવી જોઇએ. તો તેમણે ગુજરાતમાં સ્થળાંતરકારો સામે ઉશ્કેરનારા તેમના પક્ષના સભ્યો સામે પગલા લેવા જોઇએ.

    પરપ્રાંતિયો પર થઈ રહેલા હુમલાને રાજ્ય સરકાર કડક શબ્દોમાં વખોડી રહી છે તેમજ રાજ્યમાં શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરનારા તત્વોની ધરપકડ કરવામાં આવી રહી છે. ગુજરાતની શાંતિને ડામાડોળ કરવાનો પ્રયત્ન કરનારા તત્વોને રાજ્યના નાગરિકોએ પણ વખોડ્યો છે મુખ્યમંત્રીએ અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા પણ અપીલ કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply