મૂંગા પ્રાણીઓ માટે 1962 નંબરની એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ
Live TV
-
રસ્તે રઝળતા મૂંગા પશુ જીવોને પણ બિમાર પડે તો સારવાર સુવિધાનો લાભ મળે તેવા ઉચ્ચ હેતુ સાથે મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણીએ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પ લાઈનનો આરંભ કરાવતાં રાજ્યના 26 જિલ્લામાં એમ્બ્યુલન્સ વાનને ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું હતું.
અબોલ પશુ પંખી બિમાર હોય કે ઈજાગ્રસ્ત હોય તો હેલ્પલાઈન નંબર 1962 પર ડાયલ કરીને સેવાનો લાભ અબોલ પશુ સુધી પહોંચાડી શકાય છે. 26 જિલ્લામાં ,આ સેવા ઉપલબ્ધ રહેશે.
રાજ્ય વ્યાપી કરૂણા અભિયાન શરૂ કરીને પશુ પક્ષીની સારવાર માટે I.C.U. જેવી સુવિધા પણ સરકાર શરૂ કરી ચૂકી છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી, નીતિનભાઈ પટેલ, મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા, કુંવરજી ભાઈ બાવળિયા પણ ,ઉપસ્થિત રહ્યા હતા.
