Skip to main content
Settings Settings for Dark

સા.કાંના ઢૂંઢર સહિત જિલ્લામાં શાંતિનું વાતાવરણ, પરપ્રાંતિય રોજગાર અર્થે પરત ફર્યાં 

Live TV

X
  • સાબરકાંઠાના ઢૂંઢર ગામમાં નાની બાળકી પર દુષ્કર્મની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં રોષ જોવા મળ્યો હતો. પરંતુ હવે ઢૂંઢર ગામમાં શાંતિ સ્થપાઈ છે. પરપ્રાંતિય લોકો પોતાના ધંધા રોજગાર પર પરત ફર્યા છે.

    - સાબરકાંઠાના ઢૂંઢર ગામ સહિત સમગ્ર જિલ્લામાં શાંતિનું વાતાવરણ
    - પરપ્રાંતિય લોકો પોતાના ધંધા રોજગાર પર પરત ફર્યા
    -જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને સલામતિની ખાતરી અપાતા ફરી સુમેળ ભર્યું વાતાવરણ
    -14 માસની બાળકી પર દુષ્કર્મની ઘટના બાદ સ્થપાઈ હતી અશાંતિ

    અરવલ્લી જિલ્લામાં વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા , ક્ષત્રિય સમાજ સહિતના અગ્રણીઓ સાથે બેઠકોનો દોર શરૂ કર્યા બાદ , પરપ્રાંતિયોએ , કોઈ પણ ડર વિના , પોતાના રોજગાર શરૂ કરી દીધા છે. જિલ્લા પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સમજાવટ અને સુરક્ષાની ખાતરી આપવામાં આવતા પરપ્રાંતિય લોકો હવે કોઈ પણ ડર કે ભય વિના  પોતાના રુટીન કામમાં લાગી ગયા છે.  દૂરદર્શન સાથેની વાતચીતમાં એક પરપ્રાંતિય મહિલાએ જણાવ્યું કે, તે હવે વહેલી સવારથી રાત્રીના 12 વાગ્યા સુધી ધંધો કરી શકે છે અને તે પણ કોઈ ડર કે ભય વીના. તેણે વધુમાં કહ્યું કે, તેમને સરકાર અને પોલીસ પર પૂર્ણ ભરોસો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply