દમણમાં ઔદ્યોગિક એકમો ધમધમ્યાં, શ્રમિકોમાં ખુશીનો માહોલ
Live TV
-
કેન્દ્ર સરકારના નિર્દેશના પગલે દેશભરના લાખો ઔદ્યોગિક એકમો ધમધમતા થયા, શહેરી સિવાયના હોટસ્પોટ ન હોય એવા વિસ્તારોમાં ઉદ્યોગો શરૂ કરવાને શરતી મંજૂરી
કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનના બીજા તબક્કાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ 20મી એપ્રિલથી ગ્રામીણ વિસ્તારોમાં એટલે કે મહાનગરપાલિકા અને નગરપાલિકા બહારના વિસ્તારો, જે હોટસ્પોટ ન હોય અને કોરોના વાઈરસનો ચેપ ફેલાવાની ઓછામાં ઓછી શક્યતા હોય તેવા વિસ્તારોમાં ઔદ્યોગિક એકમોને ચાલુ કરવાની છૂટ આપવામાં આવી છે, જેને પગલે દેશભરના ઔદ્યોગિક એકમો ફરીથી ધમધમતા થયા છે.
અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ લૉકડાઉન પછી એક સામટા મોટી સંખ્યામાં ઔદ્યોગિક એકમો ચાલુ થયા છે. આ સાથે જ શ્રમિકો ફરીથી રોજગારી મેળવતા થયા છે. જો કે ઔદ્યોગિક એકમોમાં પણ ભારત સરકારની ગાઇડલાઇન્સનું ચુસ્ત પાલન કરવાની ખાસ તાકીદ કરવામાં આવી છે કે નિયમ ઉલ્લંઘનના કેસમાં પરવાનગી રદ્દ કરાશે.
આ મંજૂરી બાદ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં 500થી વધારે ઉદ્યોગો શરતો સાથે શરૂ કરવા જિલ્લા પ્રશાસન દ્વારા પરવાનગી આપવામાં આવી છે અને 30 હજારથી વધારે શ્રમિકો પોતાની કંપનીમાં કામ પર પરત ફર્યા છે. એટલું જ નહીં આ ઔદ્યોગિક એકમોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની સાથે માસ્ક પહેરવાનું અને હાથ ધોવાની પણ સગવડ કરવામાં આવી રહી છે. કંપનીના ગેટ પર વાહનો પણ સેનાટાઈઝ કરવામાં આવી રહ્યા છે.
