દમણમાં ચૂંટણી વિભાગ દ્વારા મતદાન જાગરુકતા રથનું શુભારંભ કરાયો
Live TV
-
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ચૂંટણી વિભાગ દ્વારા મતદાન જાગરુકતા રથનું શુભારંભ કરાયો હતો. સચિવાલય પરિસરથી મુખ્ય ચુંટણી અધિકારી પુજા જૈન દ્વારા મતદાતા જાગરુક રથને ઝંડી બતાવી રવાના કરવામાં આવ્યુ હતું. મહત્વનું છે કે, આ રથ દમણના ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં ભમ્રણ કરશે અને લોકોને મતદાન વિશે જાગરુક કરશે. આ સાથે નુક્કડ નાટક અને નૃત્ય દ્વારા પણ લોકોને જાગરુક કરવામાં આવશે. જાગરુકતા રથમાં પોલીંગ સ્ટેશનનું મોર્ડન સ્વરૂપની સાથોસાથ ઈવીએમ અને વીવીપેટ મશીન પણ મુકવામાં આવ્યું છે. આ જાગરૂકતા અભિયાનમાં એન્જિનીયરીંગ કોલેજના વિધાર્થીઓ પણ સહકાર આપી રહ્યા છે.
